રાજકોટ નજીક કાર્યરત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તાકીદે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામામોહન નાયડુ સાથે મુલાકાત કરીને ભારપૂર્વક રજૂઆત કરી છે.

સાંસદદએ કેન્દ્રીય મંત્રીને જણાવ્યું હતું કે હિરાસર એરપોર્ટ પર તમામ જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે, તેમ છતાં કાર્ગો અને આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરવામાં થઈ રહેલા વિલંબને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગપતિઓ તથા નિકાસકારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલના તબક્કે માલસામાનના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માટે તેમણે અમદાવાદ કે મુંબઈ જેવા દૂરના એરપોર્ટ પર આધાર રાખવો પડે છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે. ત્યારે હિરાસર એરપોર્ટ ખાતે આ બંને સેવાઓ શરૂ થવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ, સિરામિક, બ્રાસપાર્ટ્સ અને ખેત-પેદાશોની નિકાસને નવી ગતિ મળશે.

સ્થાનિક સ્તરે એર કાર્ગો સુવિધા મળવાથી ઉદ્યોગોના પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર બચત થશે. તેમજ સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળવાથી વિદેશમાં વસતા વિશાળ ગુજરાતી સમુદાય અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે. આ સ્થિતિને ધ્યાને રાખીને, હિરાસર એરપોર્ટ ખાતેથી એર કાર્ગો ટર્મિનલનું સંચાલન તાત્કાલિક શરૂ કરવા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટેની બાકી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ સવિસ્તાર રજૂઆત કરી સકારાત્મક નિર્ણય લેવા માંગ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


