વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વ્યસનમુક્તિ તરફ નવો ચીલો ચાતરીને સમગ્ર પંથક માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હાનિકારક નાસ્તાના પડીકાંનું વેચાણ સ્વેચ્છાએ બંધ કરનારા ગામના જાગૃત દુકાનદારોનું આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગ્રામ પંચાયત દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું…

પાંચદ્વારકા ગામના વેપારીઓએ પોતાના આર્થિક નફા-નુકસાનનો વિચાર કર્યા વગર, ગામના બાળકોના સ્વાસ્થ્યના હિતમાં દુકાનો પર હાનિકારક નાસ્તાના પડીકાંનું વેચાણ સંપૂર્ણ બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. વેપારીઓના આ સામાજિક અભિગમને બિરદાવવા માટે ૧૫મી ઓગસ્ટ—સ્વાતંત્ર્ય દિનના પાવન અવસરે ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા આ તમામ દુકાનદારોનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


