Tuesday, August 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : રાજકોટ રોડ સ્થિત હનુમાન મંદિર ખાતે ૧૦૧ વૃક્ષો વાવીને સ્વજનોને...

    વાંકાનેર : રાજકોટ રોડ સ્થિત હનુમાન મંદિર ખાતે ૧૦૧ વૃક્ષો વાવીને સ્વજનોને શ્રદ્ધાંજલિ અપાઈ….

    પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે તેમજ દિવંગત આત્માઓની સ્મૃતિમાં વાંકાનેરના રાજકોટ રોડ સ્થિત હનુમાન મંદિર ખાતે એક સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં કુલ ૧૦૧ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું….

    મોરબીના સ્વર્ગસ્થ દયાનાબેન રવિભાઈ ફેફર (ધવલભાઈ) ના પરિવારના સહકારથી તેમજ સ્વર્ગસ્થ જૈનીલ ગૌતમભાઈની પાવન યાદમાં યોજવામાં આવેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રકૃતિના ખોળે ૧૦૧ વૃક્ષો વાવીને દિવંગત આત્માઓને અનોખી અને પ્રેરણાદાયક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ સંયોજક ભુપતભાઈ છૈયાના માર્ગદર્શન અને સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું…

    આ પ્રકૃતિપ્રેમી અને સેવાકીય કાર્યક્રમમાં DySP સારડા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હસ્તે વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત સુરેશભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પ્રજાપતિ, અમરસીભાઈ, વિનુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!