
ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.ના પ્રાયોજકત્વ હેઠળ 21મો ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ અને સરકારી સેવાઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોને જાહેરમાં સન્માનિત કરીને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવાનો છે.

આ સમારોહમાં વાંકાનેર વિસ્તારના મોમીન સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.ના સભાસદોના તેજસ્વી સંતાનો જેમણે વર્ષ 2025-26 દરમિયાન કોઈપણ ડિગ્રી, લાયકાત અથવા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમજ સરકારી નોકરીમાં પસંદગી પામેલ ઉમેદવારોને આગામી તા. 08/11/2026, રવિવારના રોજ ગેલેક્સી હોલ ખાતે સન્માનિત કરવામાં આવશે…

આ સન્માન સમારોહમાં જોડાવા માટે અરજદારોએ આગામી તા. ૧૦/૦૮/૨૦૨૬ સુધીમાં નીચેની લિંક પર ઓનલાઈન Google Form ભરી અરજી કરવાની રહેશે..
ઓનલાઈન અરજી માટેની લિંક :
https://forms.gle/YNQLAE2SdFCASb6R6
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



