Thursday, July 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય...

    વાંકાનેર : અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ….

    પવિત્ર અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે વાંકાનેર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે સમસ્ત માલધારી તથા રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે મચ્છુ માતાજીની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં વાંકાનેર શહેર સહિત સમગ્ર તાલુકામાંથી શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા…

    મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ શહેરના ઐતિહાસિક ગ્રીનચોક ખાતેથી થયો હતો. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ ડી.જે.ના તાલે અને ભક્તિભાવ પૂર્વક રમતા-ઝૂમતા જોડાયા હતા. આ યાત્રા શહેરના સીટી સ્ટેશન રોડ, રસાલા રોડ, જીનપરા મેઈન રોડ, નેશનલ હાઇવે પરથી પસાર થઈને મિલપ્લોટ વિસ્તારમાં આવેલા મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં ભવ્ય મહાપ્રસાદના આયોજન સાથે શોભાયાત્રાનું ભક્તિમય માહોલમાં સમાપન થયું હતું…

    આ શોભાયાત્રા દરમિયાન વાંકાનેરની વર્ષો જૂની કોમી એકતા અને સંસ્કૃતિના દર્શન પણ થયા હતા. શોભાયાત્રા જ્યારે શહેરના ધર્મચોક ખાતે પહોંચી ત્યારે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું દ્રશ્ય સર્જાયું હતું. જ્યાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ભવ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલા આ ઉષ્માભર્યા સ્વાગતે વાંકાનેરની ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!