વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં નસીબ આધારિત વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા એક ઇસમને પોલીસે મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે…
જેમાં પોલીસે મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે જાહેર ખુલ્લી જગ્યામાં આરોપી નરેશ પ્રેમજીભાઇ બાવળીયા (ઉંમર વર્ષ ૪૦, રહે. ડબલ ચાલી મિલ પ્લોટ, વાંકાનેર)ને વરલી ફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી રમાડતા રંગેહાથ ઝડપી પાડી આરોપી પાસેથી વરલી સાહિત્યના આંકડા લખેલો કાગળ, બોલપેન તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. ૨,૨૨૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





