
મોરબી-ચોટીલા નેશનલ હાઇવે પર વધુ એક રક્તરંજિત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે બાઈક ચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૨૧ના રોજ બપોરના સમયે રમેશભાઈ ગોયલ પોતાનું બાઈક લઈને ખીજડિયાથી પોતાના ગામ ખેરડી તરફ જઈ રહ્યા હોય દરમ્યાન રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે પર ભલગામ નજીક રોંગ સાઈડમાં આવતા ડમ્પર નં. GJ-39-TB-6507 ના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક રમેશભાઈ ગોયલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. જે બાદ આ બનાવમાં ડમ્પર ચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર વિપુલભાઈ રમેશભાઈ ગોયલ (રહે. ખેરડી, તા. ચોટીલા) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



