
વાંકાનેર તાલુકા પંચાયતની કામગીરી અને વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા માટે આજરોજ મહત્વની બે સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની સત્તાવાર જાહેરાત કરાઈ છે…

આજરોજ તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં ચેરમેન તરીકે ઘનશ્યામસિંહ લખુભા ઝાલા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદ્રીકાબેન રાજેશભાઈ મહાલીયાની વરણી કરવામાં આવી છે…
આ સાથે જ કારોબારી સમિતિમાં સભ્ય તરીકે ૧). ઝાલા ઘનશ્યામસિંહ લખુભા, ૨). ફાતુબેન યુનુસભાઇ શેરસીયા, ૩). જશુબેન સાદુલભાઇ ભુસડીયા, ૪). અકબરભાઇ અમીભાઇ વડાવીયા, ૫). જેનમબેન ઇદ્રીશભાઇ કડીવાર, ૬). દુધીબેન મનસુખભાઇ થુલેટીયા, ૭). હુસેનભાઇ વલીભાઇ શેરસીયા, ૮). શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા, અને ૯). ગુલશનબેન સોયબભાઇ બાદીનો સમાવેશ કરાયો છે.

જ્યારે સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય તરીકે ૧). ચંદ્રીકાબેન રાજેશભાઇ મહલીયા, ૨). રૂપસંગ પરથીભાઇ ચૌહાણ, ૩). માણસુર વાલાભાઇ બેડવા, ૪). જયશ્રીબેન નવીનભાઇ વોરા અને ૫). ઝાલા વિજુબેન સુખાભાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




