રેલવે મુસાફરોને સ્ટેશનથી તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત, સુવિધાજનક અને કિફાયતી પરિવહન પૂરું પાડવાના હેતુથી રાજકોટ ડિવિઝન દ્વારા એક મહત્વપૂર્ણ અને યાત્રી-લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજકોટ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં ‘રેપિડો કાઉન્ટર’ સુવિધા શરૂ કરવામાં આવી છે, જે રેલવે મુસાફરો માટે એક મોટી ભેટ સમાન બનશે….

આ નવી વ્યવસ્થા દ્વારા મુસાફરો સ્ટેશન પરિસરમાંથી જ પોતાની જરૂરિયાત મુજબ બાઇક, થ્રી-વ્હીલર (ઓટો) તેમજ ફોર-વ્હીલર (કેબ)નું સરળતાથી બુકિંગ કરી શકશે. મુસાફરોની સુવિધા માટે રાજકોટ સ્ટેશન પર સ્થાપિત રેપિડો કાઉન્ટર અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે ૬ થી રાત્રે ૨ વાગ્યા સુધી કાર્યરત રહેશે…


અહીંથી એપ દ્વારા બુકિંગમાં મદદરૂપ થવા સ્ટેશન પરિસરમાં જ રેપિડોનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે, જે મુસાફરોને રાઇડ બુકિંગમાં જરૂરી સહયોગ આપશે. આ સુવિધા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, બહારગામથી આવતા પ્રવાસીઓ, મહિલાઓ અને પરિવારો માટે અત્યંત ફાયદાકારક અને સુરક્ષિત સાબિત થશે. અત્યાર સુધી ટ્રેનમાંથી ઉતર્યા બાદ મુસાફરોને વાહન શોધવામાં સમય જતો હતો. પરંતુ આ નવી પહેલથી જાહેર પરિવહન વધુ આધુનિક અને સુલભ બનશે. રેપિડો સેવાથી મુસાફરોને પારદર્શક, વિશ્વસનીય અને વ્યવસ્થિત પરિવહન સુવિધા મળશે, જેથી સ્ટેશન પરિસરની પરિવહન વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે….

રાજકોટ ડિવિઝન દ્વારા યાત્રીઓની સુવિધામાં સતત વધારો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ જ શૃંખલામાં, આગામી સમયમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા અન્ય પ્રમુખ સ્ટેશનો જેવા કે દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી ખાતે પણ રેપિડો સુવિધા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



