
મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ પ્રેમી અને પ્રજાવત્સલ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી…


રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વૃક્ષો વાવી પ્રકૃતિપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખજાતિભાઈ ફુલતરિયા, ઉપપ્રમુખ કેવિનભાઈ શાહ, જયેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





