Sunday, May 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વિદેશી અને દેશી દારૂના બે અલગ-અલગ કેસમાં પોલીસનો સપાટો...

    વાંકાનેર : વિદેશી અને દેશી દારૂના બે અલગ-અલગ કેસમાં પોલીસનો સપાટો…

    વાંકાનેર પંથકમાં દારૂની બદીને ડામવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વાંકાનેર સીટી પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ ઓપરેશનમાં વિદેશી દારૂ-બિયર અને દેશી દારૂના મોટા જથ્થા સાથે કુલ રૂ. ૭૭,૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સઘન કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

    પ્રથમ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કે. કે. હાઈસ્કૂલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ઈસમને રોકી તલાશી લેતાં તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂ તથા બે બિયરના ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે આરોપી વનરાજસિંહ શાંતુભા ઝાલા (ઉ.વ. ૪૦, રહે. ગોકુલનગર, વાંકાનેર)ને રૂ. ૧,૪૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ખીજડિયા રાજ ગામની ‘કણકોટીયુ’ તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડી આરોપી નિલેશ રવજીભાઈ સોલંકીની વાડીની ઓરડીમાં તપાસ કરતા સ્થળ પરથી ૨૫૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત રૂ. ૬૨,૫૦૦) તેમજ ૭૦ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. ૧૪,૦૦૦) સહિત કુલ ૭૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી દરોડા દરમિયાન વાડીનો માલિક અને મુખ્ય આરોપી નિલેશ સોલંકી હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવીને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!