Monday, May 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના નવાપરા નાકા પાસેથી આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક...

    વાંકાનેર શહેરના નવાપરા નાકા પાસેથી આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક ઇસમ ઝડપાયો….

    વાંકાનેર શહેરના નવાપરા નાકા પાસે નેશનલ હાઇવે પરથી પોલીસે IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો (જુગાર) રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૧૦,૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા નાકા પાસે નેશનલ હાઇવે પર દરોડો પાડી આરોપી મહંમદઅલી ઉર્ફે ગટીભાઇ સુમારભાઇ હાલા (ઉ‌.વ. ૪૨, રહે. મીલપ્લોટ, વાંકાનેર)ને મોબાઈલ ફોન પર TATA IPL ટી-20 અંતર્ગત રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં હારજીત અને રનફેર પર રૂપિયાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધો હતો.

    આ બનાવમાં ઝડપાયેલ આરોપી ફોન પર સામે છેડે રહેલા અન્ય શખ્સને સટ્ટાના સોદા લખાવી રહ્યો હતો. જેથી પોલીસે આરોપી મહંમદઅલી પાસેથી સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૦,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી સામે ફોન પર સટ્ટાના સોદા લખી રહેલા અજાણ્યા શખ્સ સામે પણ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!