Sunday, May 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કાછીયાગાળા ગામે નજીવી બાબતે મારામારી : બાજરીના ડાંડર વાઢવા મુદ્દે આધેડ...

    વાંકાનેરના કાછીયાગાળા ગામે નજીવી બાબતે મારામારી : બાજરીના ડાંડર વાઢવા મુદ્દે આધેડ પર બે શખ્સોનો લાકડી વડે હુમલો….

    વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે ખેતરમાં બાજરીના ડાંડર વાઢવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે મનદુઃખ રાખીને બે શખ્સોએ એક ૫૫ વર્ષીય આધેડને રસ્તામાં આંતરીને લાકડીઓ વડે બેફામ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર આધેડે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ગોરધનભાઈ સાપરાના ખેતરમાં તેમના જ ગામના આરોપી ગોપાલભાઈ જોગરાણા તેમની બહેન સાથે બાજરીના ડાંડર વાઢવા ગયા હોય, જેમાં અગાઉ થયેલી બોલાચાલીના કારણે ગોરધનભાઈએ તેઓને ડાંડર વાઢવાની સ્પષ્ટ ના પાડી હતી…

    આ વાતથી ઉશ્કેરાઈ જઈને આરોપી ગોપાલભાઈએ ગોરધનભાઈને ‘ સાંજ નહી પડવા દઉં ‘ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ ફરિયાદી ગોરધનભાઈ ખેતીકામ અર્થે દલડી ગામે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે દલડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક આરોપી ગોપાલભાઈએ રસ્તામાં તેમને આંતરી બાદમાં ફોન કરીને ભુરાભાઈ જોગરાણાને પણ ત્યાં બોલાવી બંને શખ્સોએ એકસંપ કરી ગોરધનભાઈ પર લાકડીઓ વડે હુમલો કરી માર માર્યો હતો…

    આ હુમલા બાદ ઈજાગ્રસ્ત ગોરધનભાઈ સાપરાએ બંને આરોપીઓ (ગોપાલભાઈ જોગરાણા અને ભુરાભાઈ જોગરાણા) વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા અને આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.‌…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!