
વર્તમાન સમયમાં સાઉદી અરેબિયામાં ઇસ્લામ ધર્મની પવિત્ર હજ યાત્રા ચાલી રહી છે, જેમાં વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં હજયાત્રીઓ મક્કા ખાતે એકત્ર થયા છે, ત્યારે વાંકાનેર તાલુકાના મહિકા ગામના એક હજયાત્રીનું અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, પવિત્ર ભૂમિ પર હાજીના અવસાનથી પરિવાર અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની ૫૮ વર્ષીય હુસેનભાઈ હબીબભાઈ બાદી તાજેતરમાં જ તેમનાં ધર્મપત્ની સાથે પવિત્ર હજ અદા કરવા માટે સાઉદી અરેબિયા ગયા હોય, જેમાં હજની વિધિઓ દરમિયાન ત્રણ-ચાર દિવસ પહેલા અચાનક તેમની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જેમાં ચાલું સારવાર દરમિયાન આજે તેમનું દુઃખદ અવસાન થયું હતું…

જીવનના અંતિમ સમયમાં પવિત્ર હજ યાત્રા દરમિયાન અને મક્કા જેવી પવિત્ર ભૂમિ પર તેઓનું અવસાન થતાં મુસ્લિમ બિરાદરોમાં તેમના પ્રત્યે આદરની ભાવના જોવા મળી રહી છે. જોકે, આ આકસ્મિક અને દુઃખદ સમાચાર વતન મહિકા ગામ અને વાંકાનેર પંથકમાં પહોંચતા પરિવાર, સગાસંબંધીઓ અને સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




