
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે
વાંકાનેરના ચંદ્રપુર ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને બુટલેગરને 44 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે આ દારૂનો જથ્થો પૂરો પાડનાર સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવીને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે રહેતા અમિત ઉર્ફે હમીદ બ્લોચના રહેણાંક મકાનમાં દરોડો પાડી સ્થળ પરથી ૧૮૦ મીલીના અલગ-અલગ બ્રાન્ડના વ્હિસ્કી અને વોડકાના કુલ 44 નંગ ચપલા (કિંમત રૂ. ૫૧૫૦) મળી આવ્યા હતા, જેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી અમિત ઉર્ફે હમીદ બ્લોચની અટકાયત કરી પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો ચોટીલાના મોલડી ગામના અનુભાઈ ખાચર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t







