Saturday, May 9, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકામાં વિવિધ તળાવોમાં જળસંચય વધારવાના કામોનો પ્રારંભ કરાવતા જીજ્ઞાસાબેન મેર....

    વાંકાનેર તાલુકામાં વિવિધ તળાવોમાં જળસંચય વધારવાના કામોનો પ્રારંભ કરાવતા જીજ્ઞાસાબેન મેર….

    વાંકાનેર તાલુકામાં ગાંધીનગરથી ગુજરાત સરકારના સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા 24 તળાવોને ઊંડા કરવા, પાળનું જંગલ કટિંગ, પાળ મજબૂત કરવા વગેરે કામોને વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરની સફળ રજૂઆત થકી જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ કોળી પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા છે,

    જેનું ખાતમુહૂર્ત જીજ્ઞાસાબેન મેરના હસ્તે આજ રોજ વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામના મોટા તળાવથી કરવામાં આવ્યું છે. આ તકે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, રાજુભાઈ, નરશીભાઈ, ભગવાનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

    આ સાથે ગુજરાત સરકારનો આભાર માનતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે, તળાવોની પાળ મજબૂત કરવી અને તેને ઊંડા કરવા એ જળસંચય અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે. ચોમાસા દરમિયાન તળાવની પાળમાં થતા ધોવાણને રોકવા અને પાણીનો સંગ્રહ વધારવા માટે આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય આયોજન જરૂરી છે. તળાવ ઊંડું કરવાની પ્રક્રિયામાં તળાવના તળિયે જમા થયેલો કાંપ દૂર કરવામાં આવે છે. તળાવ ઊંડું થવાથી તેમાં વધુ પ્રમાણમાં પાણી સંગ્રહિત થઈ શકે છે.

    તળાવની પાળ મજબૂત કરવા તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કરીને પાળને વધુ ઊંચી અને પહોળી કરવામાં આવે છે. પાળના ધોવાણને રોકવા માટે આધુનિક ઇનલેટ (પાણી આવવાનો માર્ગ) અને આઉટલેટ (વધારાનું પાણી નીકળવાનો માર્ગ) બનાવવામાં આવે છે. પાળની કિનારે મજબૂત મૂળવાળા વૃક્ષો વાવવાથી માટી પકડાઈ રહે છે અને ધોવાણ અટકે છે. વધુ પાણી સંગ્રહ થવાથી આસપાસના કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. સિંચાઈ માટે ખેડૂતોને પાક માટે લાંબા સમય સુધી પાણી મળી રહે છે. ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા રહે છે. ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. ગામમાં પાણીની અછત દૂર થાય છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!