વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં તસ્કરોએ એક ખેડૂતની વાડીને નિશાન બનાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં વાડીમાંથી પાણીની મોટર અને સર્વિસ વાયર મળી કુલ રૂ. ૨૫,૦૦૦ ના મત્તાની ચોરી થતાં ખેડૂતે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા ખેડૂત અજયભાઈ છનાભાઈ ખમાણી (ઉ.વ. ૨૫)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની જાલી ગામની સીમમાં આવેલી અને ‘કરાર’ તરીકે ઓળખાતી વાડીમાં કોઈ અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવી વાડીમાંથી રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતની પાણીની મોટર અને રૂપિયા ૫,૦૦૦ ની કિંમતનો મોટરનો સર્વિસ વાયર ચોરી કરી ફરાર થઇ ગયા હતા.


આમ, તસ્કરો કુલ રૂ. ૨૫,૦૦૦ નો મુદ્દામાલ ચોરી જતા અજયભાઈ ખમાણીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, જેથી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને તસ્કરોનું પગેરું દબાવવા અને તેમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



