Tuesday, May 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો : માથામાં લાકડાનો ધોકો ફટકારી ત્રણ...

    વાંકાનેરમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો : માથામાં લાકડાનો ધોકો ફટકારી ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો….

    વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખીને એક યુવાન પર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નં. ૩ માં રહેતા ફરિયાદી રફીકભાઇ ઉમરભાઇ સદવાણી નામના યુવાનને થોડા દિવસો પહેલા મેરુભાઇ નામના શખ્સ સાથે બોલાચાલી થયેલ હોય, જે વાતનો ખાર રાખીને આરોપીઓ ૧). જતીનભાઇ લાલજીભાઇ સારદીયા, ૨). મેરુભાઇ લાલજીભાઇ સારદીયા અને ૩). દિપકભાઇ ગીરધરભાઇ સારદીયા (રહે. તમામ આરોગ્યનગર, વાંકાનેર)એ

    વાંકાનેર બસ સ્ટેન્ડના ગેઇટ પાસે ફરિયાદી રફીકભાઈને આંતરીને બિભત્સ ગાળો ભાંડી ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારી, માર મારી ઈજાઓ પહોંચાડી હતી‌. આ બનાવ અંગે ભોગ બનનાર રફીકભાઈ સદવાણીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હુમલા અને મારમારીની ફરિયાદ નોંધાવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!