છેલ્લા ઘણા સમયથી વાંકાનેર ખાતે વિભાગીય અધિકારી તરીકે ડીવાયએસપી કચેરી આપવાં માંગ ઉઠી હોય, જે અનુસંધાને લાંબી મથામણ બાદ વાંકાનેરને ડીવાયએસપી કચેરીની ભેટ આપવામાં આવી છે, જેમાં આજે સાંજના લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર ડીવાયએસપી તરીકે એસ. એચ. સારડાની નિમણૂક કરવામાં આવી છે….
લોકસભાની ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં કરવામાં આવેલ બદલી ઓર્ડરમાં દેવભૂમિ દ્વારકા ખાતે એસ.સી./એસ.ટી. સેલમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એસ. એચ. સારડાની વાંકાનેરના વિભાગીય અધિકારી ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ટુંક સમયમાં જ વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર, સરકારી હોસ્પિટલ સામે જુના ડેપ્યુટી કલેકટર બંગલા ખાતે હવેથી ડીવાયએસપી કચેરી કાર્યરત થશે તેવું પોલીસ બેડામાંથી જાણવા મળી રહ્યું છે…