વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાતીદેવરી બેઠક પર કોંગ્રેસનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસના યુવા અને લોકપ્રિય ઉમેદવાર ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવારનો શાનદાર અને જંગી બહુમતીથી વિજય થયો છે. મતદારોએ તેમના સતત લોકસંપર્ક અને સેવાકીય કાર્યોને ખોબલે-ખોબલે મત આપીને વધાવી લીધા છે….

ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને ફારૂકભાઈ દ્વારા કરવામાં આવેલો દાવો સાચો પડ્યો છે. રાતીદેવરી બેઠકના જાગૃત મતદારોએ ફારૂકભાઈ પર કળશ ઢોળીને તેમને ગત ટર્મ કરતાં પણ વધુ મતોની જંગી લીડથી વિજયી બનાવ્યા છે. આ પરિણામે સાબિત કરી દીધું છે કે રાતીદેવરી વિસ્તારમાં કોંગ્રેસના પાયા વધુ મજબૂત બન્યા છે અને યુવા નેતૃત્વને લોકોએ ઉમળકાભેર સ્વીકાર્યું છે…

આ ઐતિહાસિક અને ભવ્ય જીત બાદ ફારૂકભાઈ કડીવારે અત્યંત વિનમ્રતાપૂર્વક રાતીદેવરી બેઠકના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ” આ ઐતિહાસિક જીત મારી અંગત જીત નથી, પરંતુ રાતીદેવરી વિસ્તારની દેવતુલ્ય જનતા, વડીલો, યુવાનો અને માતા-બહેનોના સ્નેહ અને આશીર્વાદની જીત છે. તમે મારા પર જે અતૂટ વિશ્વાસ મૂકીને મને જંગી બહુમતીથી ચૂંટી કાઢ્યો છે, તે ઋણ હું આ વિસ્તારના વિકાસના કામો કરીને અને તમારી સેવામાં દિવસ-રાત ખડેપગે રહીને ચૂકવીશ. મારી સાથે ખભેખભો મિલાવીને રાત-દિવસ જોયા વિના મહેનત કરનાર કોંગ્રેસ પાર્ટીના દરેક નાના-મોટા કાર્યકર્તા અને આગેવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ”
~ ફારૂકભાઈ કડીવાર (કોઠારીયા)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



