Wednesday, April 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ભાયાતી જાંબુડિયામાં કરુણાંતિકા : માત્ર બે માસના લગ્નજીવન બાદ નવોઢાનો આપઘાત....

    વાંકાનેરના ભાયાતી જાંબુડિયામાં કરુણાંતિકા : માત્ર બે માસના લગ્નજીવન બાદ નવોઢાનો આપઘાત….

    વાંકાનેર પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે માત્ર બે મહિના પહેલાં જ પ્રભુતામાં પગલાં પાડનાર એક નવવિવાહિત પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પીને પોતાનું જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા જાંબુડિયા ગામે રહેતા ૨૭ વર્ષીય હીનાબા યોગીરાજસિંહ ઝાલા નામના પરિણીતાએ ગત તા. ૨૭મીના રોજ સાંજના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી લેતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, પરિણીતાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સઘન સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતા પરિણીતાએ દમ તોડી દીધો હતો…

    બનાવ અનુસંધાને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હીનાબાના લગ્ન માત્ર બે માસ પૂર્વે જ થયા હતા. લગ્નના આટલા ટૂંકા ગાળામાં જ પરિણીતાએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભરી લીધું તે હજુ અકબંધ છે. હાલમાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવ પાછળનું સાચું કારણ જાણવા માટે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!