તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતની કોઠી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. ભાજપના ઉમેદવાર સવિતાબેન લાલજીભાઈ રાઠોડનો જંગી બહુમતીથી ઐતિહાસિક વિજય થયો છે. આ શાનદાર જીત બાદ વાંકાનેર પંથકના યુવા અગ્રણી લાલજીભાઈ રાઠોડે જાહેર સંદેશા મારફતે વિસ્તારની જનતા, કાર્યકરો અને તમામ સહયોગીઓનો ખુલ્લા દિલથી આભાર વ્યક્ત કર્યો છે…

પોતાના આભાર સંદેશમાં લાલજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, “આ વિજય એ અમારા પરિવારનો કે પક્ષનો નહીં, પરંતુ કોઠી બેઠકના ગામેગામ વસતા દરેક નાગરિકનો વિજય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ જે સ્વયંભૂ ઉત્સાહ દાખવ્યો હતો, તે આજે મતમાં પરિવર્તિત થયો છે. લોકોએ અમારા પર અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પર જે અતૂટ વિશ્વાસ મૂકીને કમળના નિશાનને જંગી મતોથી વિજયી બનાવ્યું છે, તે બદલ હું અને મારો પરિવાર કોઠીની દેવતુલ્ય જનતાના ઋણી રહીશું.”

લાલજીભાઈએ ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને મતદાન અને મતગણતરી સુધી, દિવસ-રાત જોયા વગર પરસેવો વહાવનાર પક્ષના તમામ નાના-મોટા પાયાના કાર્યકરોઓ, પ્રદેશ-જિલ્લા-તાલુકાના તમામ વરિષ્ઠ આગેવાનો અને પક્ષના દરેક સિપાહી અને સ્નેહીજનોનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે.

અંતમાં લાલજીભાઈ અને સવિતાબેન રાઠોડે ખાતરી આપી હતી કે, જનતાએ જે આશા અને અપેક્ષાઓ સાથે તેમને આ ઐતિહાસિક જીત અપાવી છે, તેને તેઓ ક્યારેય એળે જવા દેશે નહીં. કોઠી જિલ્લા પંચાયત વિસ્તારના સર્વાંગી વિકાસ, પ્રાથમિક સુવિધાઓ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ અને તેમનો પરિવાર હંમેશા ખડેપગે ઊભા રહેશે…
કમળ પર અતૂટ વિશ્વાસ મૂકીને જંગી બહુમતી આપવા બદલ સમગ્ર કોઠી વિસ્તારના મતદારોનો આભાર…
~ લાલજીભાઈ રાઠોડ

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



