મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ વાંકાનેર વિસ્તારના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જી દીધો છે. વાંકાનેર પંથકની જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોના પરિણામો જાહેર થતાં જ કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પરિણામોમાં કોંગ્રેસે 7 પૈકી 5 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તાધારી ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે, જ્યારે ભાજપ માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગયું છે….
આ ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે વાંકાનેર વિસ્તારમાં ભાજપના ‘વિકાસ’નો પરપોટો હવે ફૂટી ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાસક પક્ષ પ્રત્યેની નારાજગી આ પરિણામો થકી મતપેટીમાં વ્યક્ત થઈ છે. લોકોએ પરિવર્તનનો સાદ ઝીલીને કોંગ્રેસ પર પોતાનો કળશ ઢોળ્યો છે.

એક સમયે નબળી ગણાતી કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં જબરદસ્ત કમબેક કર્યું છે. વાંકાનેર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં કોંગ્રેસ ફરી એકવાર જીવંત અને મજબૂત બનીને ઉભરી છે. સ્થાનિક પિરઝાદા પરિવારનું સક્ષમ નેતૃત્વ અને કાર્યકરોની મહેનત રંગ લાવી છે અને ભાજપના ગઢમાં મસમોટું ગાબડું પાડવામાં પાર્ટી સફળ રહી છે…

જીલ્લા પંચાયતમાં વિજેતા ઉમેદવારો…
૧). ચંદ્રપુર બેઠક : કોંગ્રેસ
વિજેતા : ઇસ્માઇલ ફતેભાઈ શેરસીયા
૨). મહીકા બેઠક : કોંગ્રેસ
વિજેતા : યશવંતબા કિર્તીરાજસિંહ વાળા
૩). તિથવા બેઠક : કોંગ્રેસ
વિજેતા : મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર
૪). પંચાસીયા બેઠક : કોંગ્રેસ
વિજેતા : કુસુમબેન અકબરભાઈ બાદી
૫). લુણસર બેઠક : કોંગ્રેસ
વિજેતા : પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા
૬). કોઠી બેઠક : ભાજપ
વિજેતા : સવિતાબેન લાલજીભાઈ રાઠોડ
૭). ઢુવા બેઠક : ભાજપ
વિજેતા : સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા

આ શાનદાર જીત બાદ વાંકાનેર કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. આગામી દિવસોમાં આ પંચાયત પરિણામોની સીધી અસર તાલુકા અને જિલ્લાના અન્ય રાજકીય સમીકરણો પર પણ જોવા મળશે. ભાજપ માટે આ પરિણામો આત્મચિંતનનો વિષય બની ગયા છે, જ્યારે કોંગ્રેસ માટે આ જીત આગામી ચૂંટણીઓ માટે ‘બૂસ્ટર ડોઝ’ સમાન સાબિત થશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




