Friday, April 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ શેરસીયાને ' ગોલ્ડન '...

    ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ શેરસીયાને ‘ ગોલ્ડન ‘ સમર્થન આપતાં મતદારો….

    વાંકાનેરની ચંદ્રપુર જિલ્લા પંચાયત વિસ્તાર હંમેશા કોંગ્રેસનો મજબૂત અને અભેદ્ય ગઢ રહ્યો છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારની જમીની હકીકત અને મતદારોનો મિજાજ જોતાં સ્પષ્ટ થાય છે કે અહીંના લોકો ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા (ગોલ્ડન) પર કળશ ઢોળવા અને તેમને ‘ગોલ્ડન સમર્થન’ આપવા સંપૂર્ણપણે તૈયાર છે….

    ચંદ્રપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો રાજકીય ઈતિહાસ સાક્ષી છે કે આ વિસ્તાર પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીંના મતદારોની રાજકીય નાડ પારખીએ તો સ્પષ્ટ સમજાય છે કે તેઓ સુખ હોય કે દુઃખ, હંમેશા કોંગ્રેસના ‘પંજા’ સાથે જ રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવો હુંકાર કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની રાજકીય લોભામણી જાહેરાતો કે જ્ઞાતિવાદના સમીકરણો અહીંના મતદારોના મૂળભૂત કોંગ્રેસ તરફી ઝુકાવને ક્યારેય બદલી શક્યા નથી…

    કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર ઇસ્માઇલભાઈ ‘ગોલ્ડન’ હાલ પોતાના સમર્થકો સાથે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગામેગામથી લોકો તેમને જીતનું ‘ગોલ્ડન સમર્થન’ આપી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક અગ્રણીઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે સપાટી પર ભલે ગમે તેવો માહોલ દેખાતો હોય, પરંતુ અંદરખાને ઇસ્માઇલભાઈની તરફેણમાં બહુમતી જનસમર્થનનો એક જબરદસ્ત અંડર કરંટ વહી રહ્યો છે. આ સાયલન્ટ વેવ (શાંત લહેર) વિરોધી પક્ષોની ઊંઘ હરામ કરી રહી છે…

    લોકોમાં એવી દ્રઢ માન્યતા છે કે ઇસ્માઇલભાઈ કોઈ ‘ કહેવાતા ‘ નેતા નથી, પરંતુ જમીન અને પ્રજાના મૂળભૂત પ્રશ્નો સાથે જોડાયેલા નેતા છે. અગાઉ સરપંચ તરીકે તેઓએ સાબિત કરી દીધું છે કે તેઓ દરેક વર્ગના લોકોના કામ કરવા સક્ષમ છે. આ વખતે જ્યારે તેઓ જિલ્લા પંચાયતની મોટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમના જૂના કામો જ તેમના માટે સૌથી મોટો પ્રચાર બની ગયા છે…

    ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના પંજાની પકડ ઢીલી પડવાને બદલે પહેલાં કરતા પણ વધુ સજ્જડ બની છે. ઇસ્માઇલભાઈ ‘ગોલ્ડન’ને ગામેગામ મળી રહેલો અભૂતપૂર્વ આવકાર અને મતદારોનો કોંગ્રેસ પક્ષ પ્રત્યેનો અતૂટ પ્રેમ જોતાં, આગામી ચૂંટણી પરિણામોમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતી સાથે વિજય પતાકા લહેરાવશે તેવો સ્પષ્ટ વર્તારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!