સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવરી-કોઠારીયા બેઠક પર ભાજપે સ્થાનિક યુવા આગેવાન જગદીશભાઈ કોબીયાને મેદાનમાં ઉતારતા સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

ભાજપ હંમેશા યુવાનોને આગળ લાવવાની અને તેમને નેતૃત્વની તક આપવાની નીતિ પર ચાલતો પક્ષ રહ્યો છે. રાતીદેવરી-કોઠારીયા બેઠક પર જગદીશભાઈ કોબીયા પર પસંદગીનો કળશ ઢોળીને પક્ષે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ સ્થાનિક સ્તરે યુવા અને સક્રિય નેતૃત્વને પ્રોત્સાહન આપવા માંગે છે. જગદીશભાઈની લોકો વચ્ચે રહેવાની વૃત્તિ અને તેમના પ્રશ્નોને વાચા આપવાની ધગશ તેમને એક પ્રબળ ઉમેદવાર બનાવે છે….
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ જગદીશભાઈ કોબીયાનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. તેઓ પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકરો સાથે કોઠારીયા-રાતીદેવરી ગામના વિવિધ વિસ્તારોમાં સઘન લોકસંપર્ક કરી રહ્યા છે. ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન તેમને તમામ વર્ગના લોકોનું, ખાસ કરીને વડીલો અને યુવાનોનું વ્યાપક અને મજબૂત જનસમર્થન મળી રહ્યું છે. તેમજ યુવા ઉમેદવારને ટિકિટ મળતા પક્ષના પાયાના કાર્યકરો બમણા જોશથી કામે લાગ્યા છે….

કોઠારીયા તાલુકા પંચાયત બેઠક પર લોકોનો સ્વયંભૂ ટેકો અને સભાઓમાં ઉમટી રહેલી જનમેદની એ વાતનો સંકેત આપે છે કે મતદારો હવે યુવા અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને આવકારી રહ્યા છે. જગદીશભાઈની અથાક મહેનત અને તેમને મળી રહેલું આ મજબૂત જનસમર્થન જોતા, આગામી ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




