Wednesday, April 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો પંજો મજબૂત : પીરઝાદા પરિવારના નેતૃત્વમાં...

    ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો પંજો મજબૂત : પીરઝાદા પરિવારના નેતૃત્વમાં ઇસ્માઇલભાઈ શેરસીયાને ગામેગામથી આવકાર….

    વાંકાનેર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર રોજેરોજ નવા અને રસપ્રદ સમીકરણો રચાઈ રહ્યા છે. વાંકાનેર પંથકમાં ભારે રાજકીય વજન અને લોકચાહના ધરાવતા પીરઝાદા પરિવારના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ લડાઈ રહેલી આ ચૂંટણીમાં, કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા (ગોલ્ડન)નો દબદબો ચારેતરફ જોવા મળી રહ્યો છે. ડોર-ટુ-ડોર ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને ઠેર-ઠેર મળી રહેલા પ્રચંડ જનસમર્થનને જોતા ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ‘પંજા’ની પકડ હવે અત્યંત મજબૂત બની ગઈ છે….

    વાંકાનેરના રાજકારણમાં પીરઝાદા પરિવાર આગવું, મજબૂત અને આદરણીય સ્થાન ધરાવે છે. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પીરઝાદા પરિવારની રણનીતિ અને તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ મેદાનમાં ઉતર્યો છે. તેમના માર્ગદર્શનથી ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર ઇસ્માઇલભાઈ શેરસીયાની ચૂંટણી ઝુંબેશને એક નવી જ અને સકારાત્મક ઉર્જા મળી છે. પીરઝાદા પરિવારના પીઠબળને કારણે બૂથ લેવલથી લઈને ગ્રામ્ય સ્તર સુધીના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે…

    ઇસ્માઇલભાઈ ઉર્ફે ‘ગોલ્ડન’ હાલમાં પોતાના વિસ્તારના તમામ ગામોમાં સઘન લોકસંપર્ક કરી રહ્યા છે. જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદ્રપુર, ભાટિયા, લાલપર અને ગારીયાથી લઈને રસીકગઢ, પાજ, કાનપર અને લિંબાળા સુધી, તથા રાજાવડલા, ભોજપરા, સિંધાવદર, નવી કલાવડી અને પ્રતાપગઢમાં જ્યાં પણ તેમનો પ્રચાર રથ પહોંચે છે, ત્યાં ગ્રામજનો તેમને આવકારી જીતનો ભરોસો અપાવી રહ્યા છે…

    વિકાસ, વિશ્વાસ અને સર્વ સમાજના સાથના મંત્ર સાથે આગળ વધી રહેલા ઇસ્માઇલભાઈ ‘ગોલ્ડન’ની સાફ-સુથરી છબી અને પીરઝાદા પરિવારના મજબૂત નેતૃત્વએ ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસની જીતનો માર્ગ મોકળો કરી દીધો છે. ગામેગામથી મળી રહેલો આ જનઆશીર્વાદ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસનો ‘પંજો’ વધુ તાકાતવર બનીને ઉભરી આવશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!