ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતપોતાના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી પ્રચારનું બ્યુંગલ ફુકી દીધું છે. આ વચ્ચે વાંકાનેર તાલુકા પંચાયતની અત્યંત મહત્વની ગણાતી એવી પંચાસીયા બેઠક પર આ વખતે ભારે રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. સામાન્ય રીતે આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ હાઇકમાન્ડે અહીં ‘વગાડી વગાડીને’ એટલે કે ખૂબ જ સમજી-વિચારીને ચોક્કસ રણનીતિ સાથે ઉમેદવારની પસંદગી કરી છે, જેના કારણે રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે….

ભાજપના આ મજબૂત ગઢને સર કરવા માટે કોંગ્રેસે ગામના પૂર્વ સરપંચ અને સ્થાનિકોમાં લોકપ્રિય એવા લડાયક યુવા નેતા ઈરફાન ચૌધરી પર કળશ ઢોળ્યો છે. યુવા વર્ગ અને સ્થાનિક ગ્રામજનોમાં તેમના નામની જાહેરાતથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈરફાન ચૌધરીને મળતા પ્રચંડ જનસમર્થન પાછળ તેમના પરિવારનો ભવ્ય રાજકીય ઇતિહાસ અને સામાજિક યોગદાન મુખ્ય કારણ છે. પંચાસીયા અને આસપાસના વિસ્તારમાં ચૌધરી પરિવાર વર્ષોથી ઊંડા સામાજિક અને રાજકીય મૂળિયાં ધરાવે છે…

ઈરફાન ચૌધરી પંચાસીયા ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે અને હાલમાં પણ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સક્રિય ફરજ બજાવી રહ્યા છે. તેમજ પિતા હુસેનભાઈ ચૌધરી સતત ત્રણ ટર્મ સુધી સરપંચ તરીકે તથા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જ્યારે માતા ઝૈનમબેન ચૌધરી પણ ભૂતકાળમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને પ્રજાની સેવા કરી ચૂક્યા છે. હાલ તેમના મોટાભાઈ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર તરીકે મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. આમ, આખો પરિવાર સહકારી ક્ષેત્રથી લઈને પંચાયતી રાજ સુધીના વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે….

આ વિસ્તારમાં ચૌધરી પરિવાર વર્ષોથી લોકોની વચ્ચે રહીને તેમના સુખ-દુઃખમાં સહભાગી થતો આવ્યો છે. આ વિસ્તારના દરેક વર્ગના લોકો સાથે ઈરફાન ચૌધરીના સીધા સંપર્કો અને મજબૂત રાજકીય-સામાજિક સંબંધો છે. જમીન સાથે જોડાયેલા આ નેતા હોવાના કારણે ગ્રામજનોનો સીધો લગાવ તેમની સાથે છે.
હાલની પરિસ્થિતિ જોતાં, ઈરફાન ચૌધરીના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી આગામી ચૂંટણીમાં પંચાસીયા બેઠક પર જંગ અત્યંત રસપ્રદ બની રહેશે અને ઈરફાન ચૌધરી આ બેઠક પર જીત માટેના સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


