વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે હિંસક ઘટના સામે આવી છે, જેમાં પોતાના ભત્રીજા સાથે ઝઘડો કરી રહેલા શખ્સને સમજાવવા જતા યુવાન પર ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા આ મામલે ઇજાગ્રસ્ત યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા રૂકમુદીનભાઈ હુસેનભાઈ શેરસિયા નામના યુવાનના ભત્રીજા સાથે આ જ ગામના આરોપી તન્વીરભાઈ ગફરભાઈ ખલીફા કોઈ બાબતે માથાકૂટ કરી રહ્યો હોય, ત્યારે રૂકમુદીનભાઈ ઘટનાસ્થળે પહોંચી આરોપી તન્વીરને ઝઘડો કરવાની ના પાડીને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા આરોપી તન્વીરભાઈ ગફરભાઈ ખલીફાએ છરી વડે યુવાન પર હુમલો કરી છાતી તથા ખભાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ મામલે ઇજાગ્રસ્ત રૂકમુદીનભાઈએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





