Thursday, March 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વિરપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો...

    વાંકાનેરના વિરપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો…

    વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વિરપર ગામની સીમામાં આવેલ વડીયા વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી દરમિયાન દેશી દારૂ અને આથો જપ્ત કરવામાં આવ્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે વિરપર ગામની સીમામાં દરોડો પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અંદાજે 1000 લીટર (કિંમત રૂ. 25,000) તેમજ તૈયાર દેશી દારૂ 45 લીટર (કિંમત રૂ. 9,000) સહિત કુલ રૂ. 34,000ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા (રહે. જોધપર નદી, તા.જી. મોરબી)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!