Thursday, March 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો : ભારે પવન અને વાવાઝોડા સાથે બરફના...

    વાંકાનેર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો : ભારે પવન અને વાવાઝોડા સાથે બરફના કરા ખાબક્યા, ખેડૂતોમાં ભારે ચિંતા

    આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન ફૂંકાવાનો શરૂ, વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અને બરફના કરા પડતાં લોકોમાં આશ્ચર્ય….

    વાંકાનેર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ ગુરુવારે બપોરે ચાર વાગ્યે અચાનક જ હવામાનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જોતજોતામાં જ ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. પવનની ગતિ એટલી તેજ જોવા મળી રહી છે કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ વાવાઝોડાની સાથે જ વિસ્તારમાં ઠેરઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો, અને આશ્ચર્યની વાત એ છે કે કોઠી અને આજુબાજુના વિસ્તારમાં વરસાદની સાથે બરફના મોટા કરા પણ પડી રહ્યા છે….

    વાંકાનેર પંથકમાં પડેલા આ કમોસમી વરસાદ (માવઠા) અને બરફના કરાને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર થઈને ઊભો છે અથવા તો લણણીની તૈયારીમાં છે. જીરું, ઘઉં, ચણા, ધાણા અને એરંડા જેવા પાકોને આ કરા અને ભારે પવનથી વ્યાપક નુકસાન પહોંચવાનો અંદાજ છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની નોબત આવતા ખેડૂત આલમમાં નિરાશા વ્યાપી ગઈ છે…

    અચાનક શરૂ થયેલા તોફાની પવન અને કરા પડવાને કારણે રસ્તા પર જતા વાહનચાલકો અને રાહદારીઓએ સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી. બરફના કરા પડવાને કારણે તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટો રહેવાની અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી હોવાથી, સ્થાનિક પ્રશાસને લોકોને અને ખાસ કરીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!