ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા પંચાસર રોડ પરથી પોલીસે બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા પંચાસર રોડ પરથી પસાર થતા એક શંકાસ્પદ હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ-36-H-6286 ને રોકીને તલાશી લેતા બાઇક ચાલક પાસેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બાઇક ચાલકને મુનાભાઇ રમેશભાઇ બાવળવા (ઉ.વ. ૨૭, રહે. પરમેશ્વર સોસાયટી, નવાપરા, વાંકાનેર) ને ૧૮૦ ml ના વિદેશી દારૂના 81 નંગ ચપલા (જેની કિંમત રૂ. ૨૪,૩૦૦) એક બાઇક સહિત કુલ રૂ. 54,300 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




