Friday, March 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-ચોટીલા હાઇવે પર મહીકા નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, સદનસીબે...

    વાંકાનેર-ચોટીલા હાઇવે પર મહીકા નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી….

    વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર આજરોજ સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહીકા ગામ નજીક બે ભારે વાહનો વચ્ચે જોરદાર ટક્કરમાં એક ટ્રક હાઇવે પર જ પલ્ટી ખાઈ ગયો હતો. જોકે, આ ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બંને ડ્રાઈવરોનો આબાદ બચાવ થયો છે…..

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ સવારે મહીકા ગામ નજીકના હાઇવે પરથી એક ટ્રક ટેન્કર નંબર GJ 12 BW 7013 પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ટેન્કરના ચાલકે આગળ જતા આઇસર ટ્રક નંબર GJ 36 V 4409 ને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેના કારણે આઇસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આઇસર હાઇવે પર ધડાકાભેર પલ્ટી મારી ગયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, જે બાદ હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી જઇ ક્રેઇનની મદદથી પલ્ટી ખાઈ ગયેલા આઇસર ટ્રક અને ટેન્કરને હાઇવે પરથી દૂર ખસેડી ટ્રાફિક વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો….

    અત્રે ઉલ્લેખનીય છે કે અહીં મચ્છુ નદીના પુલના એક લેનને મેઇન્ટેનન્સના કારણે લાંબા સમયથી બંધ કરવામાં આવેલ હોય, જેના કારણે અવારનવાર અહીં અકસ્માતો સર્જાતા હોય, માટે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા પુલની મેઇન્ટેનન્સ કામગીરી પુર્ણ કરી પુલને પુર્વરત કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!