વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ એક મિનરલ્સ પ્લાન્ટના લેબર ક્વાર્ટરના તાળા તોડીને અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાના કેબલ વાયર અને સ્ટાર્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ખાણ માલિકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજાની માલિકીના ‘ગુરૂકૃપા મિનરલ્સ’ નામના ગળદા (બેલા પથ્થર)ના પ્લાન્ટમાં ગત તારીખ ૬ અને ૭ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ પ્લાન્ટના લેબર ક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું…

જેમાં તસ્કરોએ ક્વાર્ટરના તાળા તોડી અંદર પ્રવેશ કરી અહીં રાખેલ 800 મીટર ૬ એમ.એમ. પટ્ટી કેબલ વાયર (કિંમત રૂ. ૧,૮૬,૪૦૦) તથા પાવર સપ્લાયના આઠ સ્ટાર્ટર (કિંમત રૂ. ૮૦૦૦) સહિત કુલ રૂ. 1,94,400ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી નાસી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




