ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ તાપમાનનો પારો ઉત્તરોત્તર ઉંચકાવવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં લોકો ‘લૂ’ (હીટ સ્ટ્રોક) નો શિકાર ન બને તે માટે જરૂરી સાવચેતી રાખવી ખુબ અનિવાર્ય બને છે….

‘લૂ’ (હીટ સ્ટ્રોક) ના મુખ્ય લક્ષણો…
ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું (ડીહાઈડ્રેશન થવું), અસહ્ય માથાનો દુખાવો થવો, ચક્કર આવવા, ઉબકા આવવા કે આંખે અંધારા આવવા વગેરે ‘લૂ’ લાગવાના પ્રાથમિક લક્ષણો હોઈ શકે છે. આવા સમયે તાત્કાલિક સાવચેતી લેવી જરૂરી બને છે….

હીટવેવ દરમિયાન ‘લૂ’ થી બચવા આટલી તકેદારી રાખો…
◼️ બહાર જવાનું ટાળો : શક્ય હોય ત્યાં સુધી બપોરના આકરા તાપના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું…
◼️ યોગ્ય કપડાં પહેરો : આખું શરીર ઢંકાય તેવા અને આછા રંગના (ખાસ કરીને સફેદ) સુતરાઉ કપડાં જ પહેરવા…
◼️ રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ : તડકામાં નીકળતી વખતે ટોપી, સનગ્લાસ (ચશ્માં) કે છત્રીનો અચૂક ઉપયોગ કરવો…
◼️ શરીરને હાઈડ્રેટેડ રાખો : દિવસ દરમિયાન સમયાંતરે પાણી, લીંબુ શરબત, છાશ કે ઓ.આર.એસ. (ORS)નું સતત સેવન કરતા રહેવું…
◼️ ખાન-પાનમાં સાવધાની : ભૂખ્યા પેટે તડકામાં ન નીકળવું, બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવાનું સંપૂર્ણપણે ટાળવું…
◼️ વ્યસનોથી દૂરી : ચા, કોફી અને અન્ય વ્યસનોથી દૂર રહેવું અને તેના બદલે તાજા ફળોના રસનું સેવન કરવું….
ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓએ ગરમીમાં વિશેષ કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત, જો કોઈપણ વ્યક્તિને શારીરિક અસ્વસ્થતા જણાય કે લૂ લાગવાના લક્ષણો દેખાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક કરવો….
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




