Wednesday, March 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસરનો ભોગ બન્યો યુવાન, બેરોજગારીના ડરે...

    વાંકાનેરમાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસરનો ભોગ બન્યો યુવાન, બેરોજગારીના ડરે યુવાનનો આપઘાત…

    વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા સિરામિક એકમમાં મજૂરી કામ કરતા ઉત્તરપ્રદેશના એક ૨૨ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે કારખાનાઓ બંધ થતા રોજગારી છીનવાઈ જવાની દહેશતથી યુવાને આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના સરીલા તાલુકામાં આવેલા ચંદબારી ડાંડા ગામનો વતની સોભિત બસન્તાભાઈ ચમાર (ઉંમર વર્ષ ૨૨) રોજગારી મેળવવા માટે ગુજરાત આવ્યો હતો. તે વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા ઇટાલીનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો હતો. ગત રોજ આ યુવાને પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું.

    જેમાં હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન સોભિતના ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોય, જેથી પરિવારના ગુજરાનની જવાબદારી તેના પર હતી, ત્યારે હાલમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની વૈશ્વિક અસરોના કારણે મોરબી અને વાંકાનેર પંથકના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે. કેટલાક કારખાનાઓ બંધ થવાના આરે છે અથવા બંધ થઈ રહ્યા છે. માટે કારખાનું બંધ થઈ જશે તો પોતે બેરોજગાર થઈ જશે અને આવક બંધ થવાથી પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે, તે બાબતના સતત ટેન્શનમાં યુવાનને આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!