Wednesday, March 11, 2026
More
    Homeમુખ્ય સમાચારબાકી વેરાદારો સામે વાંકાનેર નગરપાલિકાની લાલ આંખ ; એક કોમ્પલેક્ષ સીલ કરી...

    બાકી વેરાદારો સામે વાંકાનેર નગરપાલિકાની લાલ આંખ ; એક કોમ્પલેક્ષ સીલ કરી આઠ પાણી કનેક્શન કટ કરાયાં….

    વાંકાનેર નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવતા શહેરના બાકી વેરાદારોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારથી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી વેરો ન ભરતા અસામીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં જીનપરા મેઇન રોડ પર આવેલ એક કોમ્પલેક્ષને સીલ કરી તેમજ અન્ય આઠ પાણી કનેક્શનો દુર કરવામાં આવ્યા હતા…

    બાબતે વાંકાનેર નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, જે બાકીદારો સમયસર વેરો નહીં ભરે તેમના નામ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા હોર્ડિંગ્સ પર જાહેર કરવામાં આવશે, જેથી અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ બને. આ સાથે ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર પાણીના કનેક્શન લેવામાં આવ્યા હોય, તો આવા કનેક્શન ધરાવતા લોકોએ તાત્કાલિક નિયમ મુજબ રેગ્યુલર કરાવી લેવા નહીં તો તેમના સામે ફોજદારી ગુનો નોંધવા તેમજ દંડ પણ વસૂલવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!