વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે સામાજિક સંવેદનાનું એક સુંદર અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. ગામના એક ગરીબ વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે સમાજમાં માનવતા અને સહકારની ભાવના જીવંત બનતી જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ ભીમગુડા ગામમાં રહેતા એક ગરીબ વાલ્મિકી સમાજના પરિવારની દીકરીના લગ્નનો પ્રસંગ હોય ત્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્ન પ્રસંગે જરૂરી કરીયાવર આપવા મુશ્કેલી ઉભી થઈ હતી. તે સમયે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય તથા પૂર્વ ઉપપ્રમુખ તથા સામાજિક અગ્રણી અજયભાઈ વિંઝવાડીયા આગળ આવી માનવતાભર્યો અભિગમ દાખવ્યો હતો.

અજયભાઈએ દીકરીના મોટા ભાઈની ભૂમિકા નિભાવી બહેન સમાન દીકરીને જરૂરી કરીયાવર કીટ અર્પણ કરી સન્માનપૂર્વક સાસરે વળાવી હતી. તેમના આ સહકારથી પરિવારને મોટી રાહત મળતાં લગ્ન પ્રસંગ આનંદપૂર્વક પૂર્ણ થયો હતો.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




