Wednesday, March 4, 2026
More
    Homeમુખ્ય સમાચારસુરતમાં અખિલ ભારતીય કોળી સમાજનું મહામંથન : સંગઠન તોડનાર તત્વો સામે કુંવરજી...

    સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજનું મહામંથન : સંગઠન તોડનાર તત્વો સામે કુંવરજી બાવળીયાની કડક ચેતવણી…

    તાજેતરમાં સુરતના આંગણે અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) નવી દિલ્હી દ્વારા સંગઠન વિચાર–વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમાજની એકતા, શિસ્ત અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સંગઠનને તોડવાનો પ્રયાસ કરનારા અને ગેરબંધારણીય રીતે હોદ્દા ધારણ કરનારા તત્વોને કડક ભાષામાં ચેતવણી આપી હતી..

    આ બેઠકમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા, સાંસદ ઉમેશભાઈ કોળી પટેલ, પ્રદેશ મહિલા અધ્યક્ષ જિજ્ઞાસાબેન મેર સહિત ૧૨ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો હાજર રહી સંગઠનને મજબૂત અને એકતાબદ્ધ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો…

    આ બેઠકને સંબોધતા કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, “ કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતા ખંડિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ જાહેર કરવી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સમાજની ગરિમા સાથે રમનારાઓને કોઈ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હાલ દિલ્હી ખાતે કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીમાં સંબંધિત પ્રકરણ પેન્ડિંગ હોવાથી, ત્યાં સુધી વર્તમાન ટીમ જ કાર્યકારી તરીકે જવાબદારી નિભાવશે અને સમાજના હિતમાં નિર્ણયો લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું…

    બેઠક અંતે તમામ પ્રતિનિધિઓએ સંગઠનના બંધારણ મુજબ કાર્ય કરવાની, ભ્રમ ફેલાવનાર તત્વોથી સાવધ રહેવાની અને સમાજની એકતા જાળવીને આગલા સમયમાં શિક્ષણ, રોજગાર અને સામાજિક ઉત્થાન માટે સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!