વાંકાનેર-મોરબી હાઇવે પર અકસ્માતોની હારમાળા યથાવત છે, જેમાં પણ હાઇવે પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ આ હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રોંગ સાઈડમાં પુરઝડપે આવતું એક બાઈક સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતાં બાઈક ચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી હાઇવે પર અશ્વમેઘ કાંટા સામે ગઇકાલે મૃતક આકાશભાઇ કાલુભાઇ ભાંભર (ઉ.વ. ૨૫, રહે. હાલ સાનવી પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં તા.વાંકાનેર, મુળ રહે. મધ્યપ્રદેશ) તેનું બજાજ પ્લેટીના મોટરસાયકલ લઈને રોંગ સાઈડમાં દુધ લેવા માટે જઇ રહ્યો હોય, ત્યારે બાઇક ચાલકે ડ્રાઇવીંગ લાયસન્સ વગર પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા એક તોતિંગ ડમ્પર નં. GJ-09-AV-2423 સાથે તેનું બાઈક ધડાકાભેર અથડાવતાં આકાશના શરીર પર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




