કહેવાય છે કે દીકરી કે બહેનનું ઘર વસાવવા માટે વડીલો અને ભાઈઓ મધ્યસ્થી બનતા હોય છે, પરંતુ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રિસામણે બેઠેલી બહેનના સમાધાન માટે સાસરે ગયેલા ભાઈ પર વેવાણએ હુમલો કરી હાથમાં બટકું ભરી લીધું હતું, જ્યારે વેવાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે મામલે વાંકાનેર સીટી પોલીસમાં વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહંમદશરીફ હનીફભાઈ પાયક (ઉ.વ. 39) નામના યુવાનના કાકાની દીકરી રિસામણે હોય, ત્યારે પારિવારિક પ્રશ્નો ઉકેલવા અને બહેનનું ઘર ફરીથી વ્યવસ્થિત વસે તે હેતુથી મહંમદશરીફ સમાજના આગેવાનો અને મિત્રોને સાથે રાખીને બહેનના સાસરે ગયા હતા. જેમાં વાતચીત દરમ્યાન સાસરિયા પક્ષ ઉશ્કેરાઈ જઈ બહેનના સાસુ સઈદાબેનએ ફરિયાદી સાથે ઝઘડો કરી હાથમાં જોરથી બટકું ભરી લીધું હતું, જ્યારે વેવાઇ અને બહેનના સસરા સલીમભાઈ લાલોડિયાએ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

જે બાદ હાલ આ બનાવમાં ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમભાઈ લાલોડિયા અને સઈદાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


