
વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે થંભેલા ટ્રાફિક સમયે પાછળથી આવતી ક્રેનની હડફેટે એક બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે, જેમાં ફરીયાદી પ્રકાશભાઈ વેલજીભાઈ ચાવડા (ઉ.વ. ૩૧, રહે. પાંચદ્વારકા)ના પિતા વેલજીભાઈ તેજાભાઈ ચાવડા પત્નીને મુકીને બાઈક પર પરત ફરી રહ્યા હોય, ત્યારે અમરસર ફાટક પાસે પહોંચતા રેલ્વે ફાટક બંધ હોવાથી બાઈક સાથે ઉભા હોય, દરમ્યાન પાછળથી આવતી ક્રેન નં. GJ 36 S 2071 નું ટાયર વેલજીભાઈના જમણા પગના પંજા પર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….





