
વાંકાનેર વિભાગીય PGVCL કચેરી દ્વારા આગામી તા. 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવા માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ ડ્રાઇવ દરમિયાન, બાકી વીજ બિલ ધરાવતા તમામ વીજ જોડાણોનો વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે….
ડ્રાઇવના દિવસે એક સાથે મોટી સંખ્યામાં વીજ જોડાણો કાપવામાં આવનાર હોય તેમજ સ્થળ પર કોઈ પણ પ્રકારના નાણાં ન સ્વીકારવા થતાં હોય માટે લાંબો સમય વિજ જોડાણથી વંચિત ન રહેવા તથા દંડથી બચવા માટે ગ્રાહકોએ મેગા ડ્રાઇવ પહેલા જ તેમની બાકી વીજ બિલની રકમ ભરપાઇ કરવા વાંકાનેર વિભાગીય PGVCL કચેરીના નાયબ ઈજનેર દ્વારા એક યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





