
વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર વિસ્તારમાંથી અરજદારોના ખોવાયેલ 3.72 લાખની કિંમતના 22 મોબાઇલ ફોન શોધી કાઢી ગઇકાલે યોજાયેલ જીલ્લા પોલીસ વડાના લોક દરબારમાં અરજદારોને રૂબરૂ બોલાવી પરત કરાયા હતાં…


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર પોલીસ ટીમના હેડ કો. હંસાબેન પાપોદરા તથા કો. જગદીશભાઈ રંગપરા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરીંગ રાખી વાંકાનેર વિસ્તારમાંથી અલગ અલગ અરજદારોના ખોવાયેલ રૂ. 3.72 લાખની કિંમતના 22 મોબાઇલ ફોન શોધી કાઢી ગઇકાલે વાંકાનેર સિટી પોલીસ મથક ખાતે યોજાયેલ લોક દરબારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વડા મુકેશકુમાર પટેલના હસ્તે અરજદારોને તેમના મોબાઇલ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



