
વાંકાનેર તાલુકાના ભલગામ નજીક હાઇવે રોડ પર હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જે અંગે ફરીયાદી બુડુભાઇ બસુભાઇ ગોડા (ઉ.વ. ૪૦) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…

ફરિયાદ મુજબ ફરીયાદી તથા તેનો મિત્ર વાંકાનેરના ભલગામ નજીક હાઇવે રોડ પર પગપાળા પસાર થઈ રહ્યા હોય, ત્યારે બાઇક નં. GJ-36-BA-5839 ના ચાલકે પોતાનું બાઇક પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી ફરીયાદીને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જી ફરીયાદીને શરીરે ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી બાઇક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


