Wednesday, February 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ગામે બાકી બિલ મુદ્દે કોન્ટ્રાક્ટરનો કંપની ઓફિસમાં હોબાળો, ફરિયાદ નોંધાઇ....

    વાંકાનેરના વઘાસીયા ગામે બાકી બિલ મુદ્દે કોન્ટ્રાક્ટરનો કંપની ઓફિસમાં હોબાળો, ફરિયાદ નોંધાઇ….

    વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એસોસીએટેડ પાવર સ્ટ્રકચર લીમીટેડ કંપનીમાં બાકી બિલના મુદ્દે કોન્ટ્રાક્ટર દ્વારા હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે, જેમાં કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ કરતા ગેલાભાઈ ખંભાળા (રહે. ગુદીયાવાડા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) દ્વારા કોન્ટ્રાક્ટના બાકી બિલના રૂપિયા બાબતે કંપનીના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ કંપનીની ઓફિસમાં મુકેલી પ્રિન્ટર મશીન પર જોરથી હાથ મારી અંદાજે રૂ. 15,000 જેટલી નુકસાની પહોંચાડતા આ મામલે મેનેજર આયુશ અંતરયામી બીસ્વાલએ આરોપી સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!