
વાંકાનેર નગરપાલિકા ખાતે તાજેતરમાં ચીફ ઓફિસર તરીકે નિમણૂક પામેલા ધવલભાઈ વેકરીયાની વાંકાનેર શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે મુલાકાત લઈ વાંકાનેર શહેરના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી…

પ્રતિનિધિમંડળે નવા ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા સાથે વાંકાનેર શહેરના વિવિધ પડતર પ્રશ્નો, નાગરિક સુવિધાઓ તેમજ વિકાસલક્ષી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. શહેરના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોના ઝડપી ઉકેલ અને વિકાસના કામોમાં સહકાર આપવાની ખાતરી પણ આ દરમિયાન આપવામાં આવી હતી.

આ તકે વાંકાનેર શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, તેમજ કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સદસ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને અશરફભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



