
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નજીક નેશનલ હાઇવે પર સીઆઇડી ક્રાઇમ રાજકોટ ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં રાજકોટ સીઆઇડી ક્રાઇમ ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય, કે એક સીએનજી રીક્ષામાં ગાંજાનો જથ્થો લઇ ચોટીલાથી વાયા વાંકાનેર થઇ રાજકોટ તરફ હેરાફેરી કરવામાં આવનાર છે, જેના આધારે સીઆઇડી ક્રાઇમ ટીમે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે આવેલી લાઇફ લાઇન હોસ્પિટલ સામે વોચ ગોઠવી હોય, દરમિયાન અહીંથી પસાર થતી સીએનજી રીક્ષા નં. GJ 03 BU 3649 ને રોકી તપાસ કરતા રીક્ષામાં ડ્રાઇવર સીટની નીચે છુપાવેલ 1.9 કિલો ગાંજાનો જથ્થો (કિંમત રૂ. ૯૫,૦૦૦) મળી આવ્યો હતો…


પોલીસે સ્થળ પર જ રીક્ષા ચાલક આરોપી જાહીદહુશેન નુરમામદભાઈ મકવાણા (ઉ.વ. 53 વર્ષ, રહે. કૃષ્ણનગર, પોપટપરા, રાજકોટ) ને ઝડપી લઇ ગાંજાનો જથ્થો તથા સીએનજી રીક્ષા કબ્જે કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



