શ્રી માંધાતા તળપદા કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ-વાંકાનેર દ્વારા વાંકાનેર-કુવાડવા રોડ પર ખખાણા ગામના મેલડી માતાજીના મંદિર ખાતે ગઇકાલ રવિવારે ભવ્યાતિભવ્ય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કોળી સમાજની 31 દિકરીઓએ વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં….

આ પ્રસંગે વિવિધ સંસ્થાના સંતો-મહંતો, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી માંધાતા તળપદા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા તમામ ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવો તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું….

આ સમુહલગ્નને સફળ બનાવવા માટે સમૂહલગ્ન સમિતિના સભ્યો લાંબા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા હોય, જેના પગલે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન સફળ બન્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



