વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન હરસિદ્ધિ હોટલ નજીક પોલીસે દરોડો પાડી સ્વિફ્ટ કાર તથા ઇકો કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમે ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક હાઇવે પર હોટલ હરસિદ્ધિ નજીક રોડ દરોડો પાડી ત્રણ ઇસમોને મારૂતિ સ્વિફ્ટ તથા ઇકો કાર સાથે વિવિધ બ્રાન્ડની નાની-મોટી કુલ 472 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૩,૯૬,૮૫૦) સાથે ઝડપી લીધા હતા…
આ બનાવમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, બે વાહન તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 11,09,350ના મુદ્દામાલ સાથે આરોપી ૧). દિપાલ મુકેશભાઇ સંખેસરીયા (ઉ.વ. 22, રહે. હરસિદ્ધિ હોટલની બાજુમાં, વાંકાનેર), ૨). બાદલ રસીકભાઇ કાંજીયા (ઉ.વ. 24, રહે. લાભનગર-2, ધરમપુર રોડ, મોરબી) અને ૩). ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (ઉ.વ. 23, રહે. કેરાળા)ને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક આરોપી હરદીપભાઇ કાઠી (રહે. મફતીયાપરા, થાન)ને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




