રાષ્ટ્રીય બાલીકા દિવસ નિમિત્તે વાંકાનેરનિ મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત સાયબર ક્રાઇમ અને સેલ્ફ ડિફેન્સ વિષયક જાગૃતિ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, ફિલ્ડ ઓફિસર ગેલાભાઈ ખાંભલા, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, PBSC કાઉન્સેલર તેજલબેન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા…


આ તકે વિદ્યાર્થીનીઓને સાયબર ગુનાઓથી બચવા, સોશિયલ મીડિયાના ઉપયોગમાં સાવચેતી રાખવા તેમજ આત્મ સુરક્ષા અંગે માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય એસ. એ. શેરસીયા, શાળાનો સમગ્ર સ્ટાફ તથા શાળાની બાળાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



